Welcome   Home   About Us   Contact Us    Search    Sitemap 
 
    BalDiksha
    Religion
    Science
    Stories
    Vidhi
    Discources
    Prayer
    FAQ
    Institution
    Arts
    Vision
Home » WorldFuture
E-Mail: worldfuture@jaine.org
Gujarati Typing   
Book Name:  ભગવાને ભાખ્યા ભાવિના લેખ
રાજામંત્રીબેયડાહ્યા, છતાંગાંડાભેગાગાંડાથયા
પૂર્ણ નામનો રાજા હતો. એનો સુબુદ્ધિ નામનો મંત્રી હતો. એણે નૈમિત્તિકને બોલાવીને પૂછ્યું કે, "વર્ષાકાળ કેવો જશે ?' નૈમિત્તિકે કહ્યું કે, "આ વર્ષે પહેલો વરસાદ એવો પડશે કે, જે એનું પાણી લોકો પીશે તે ગાંડા બનશે. પણ પછી જે નવો વરસાદ આવશે તે સારો હશે. એનું પાણી પીવાથી ગાંડા બનેલા લોકો ડાહ્યા થઈ જશે.' મંત્રીએ આ વાત રાજાને કરી. રાજાને વિનંતી કરી કે, રાજયમાં પડહ વગડાવીએ કે રાજયમાં પહેલો વરસાદ પડશે, તેનું પાણી પીનાર ગાંડો થઈ જશે, માટે કોઈએ પીવું નહીં. અત્યારથી જ લોકોએ પાણીનો સંગ્રહ કરવો કે જેથી કામ લાગે. એ પહેલા વરસાદ પછી સારું પાણી પડશે જે પીવા લાયક હશે.
વરસાદ પડયો. સાચવીને રાખી મૂકેલું પાણી લોકોએ ચાલ્યું એટલા દિવસ પીધું. બધા પાસે રાજા ને મંત્રી જેટલી સગવડ ના હોય. પણ તરસ્યા કોણ રહે ? લોકોએ પાણી પીધું અને ગાંડા બન્યા. રાજાને મંત્રી સિવાય બધાય ગાંડા. રાજય આખું ગાંડું, આ ગાંડાંનું તોફાન કેવું એ તો તમે જાણો ને ? રાજયની પ્રજા ગાંડી. વેપારી પણ ગાંડા. નોકર પણ ગાંડા. સૈન્ય ને સેનાપતિ પણ ગાંડા. આટલેથી વાત અટકતી નથી. રાજા ને મંત્રી રાજયમાં ફરે. નગરચર્યા જુવે. લોકોને એમ થયું કે, રાજાને મંત્રી આપણી જેમ કપડાં ફાડી નાખતા નથી. નાચતા નથી, કૂદતા નથી, માટે એમનામાં જરૂર કંઈક વાંધો છે. આપણે આ રાજા ને મંત્રી નથી જોઈતા. એને કાઢ઼ીને બીજાને બેસાડી દઈએ. મંત્રીએ રાજાને આ વાત કરી. રાજા કહે, "હવે ઉપાય શું ?' મંત્રી શાણો હતો. રાજાને કહે, "મહારાજ ! હવે થોડો કાળ કાઢ઼વો છે. જો આપણે રાજ બચાવવું હોય તો, આ ગાંડાની સાથે આપણેય ગાંડા બનવાનો દેખાવ કરવો પડશે.' રાજા પણ સમજુ. મંત્રીની સલાહ માનવા જેવી લાગી. રાજય બચાવવા ખાતર એમણે પણ આ ગાંડાઓના ટોળામાં રહેવા માંડયું અને ગાંડા જેવી ચેષ્ટા કરવા માંડી. શા માટે ? સમય કાઢ઼વા. જાણતા હતા કે હવે થોડા દિવસમાં સારો વરસાદ પડવાનો છે. એ સારો વરસાદ આવશે અને એનું પાણી લોકો પીશે, એટલે ડાહ્યા થઈ જશે. એ પ્રમાણે થયું. સૌ ડાહ્યા થયા. રાજ પરની આપત્તિ ટળી ગઈ. એમને માટે તો પાણી પડયું ને ડાહ્યા થયા. પણ તમારે માટે કયું પાણી પડવાનું છે ?
તમે રોજ જિનવાણીનું પાણી પિઓ છો તોય ડાહ્યા થતા નથી. પુણ્યોદય હોય તો જ સામગ્રી મળે પણ ઉપભોગ ક્ષયોપશમ પ્રમાણે થાય. ભોગાંતરાયનો ક્ષયોપશમ હોય. ઉપભોગાંતરાયનો ક્ષયોપશમ પણ હોય. અંતરાય પાંચ પ્રકારના - દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યાંતરાય. ઘણું મળ્યું છે, પણ દેવાનું મન થતું નથી એ દાનાંતરાય. વેપાર કરે પણ લક્ષ્મી મળતી ન હોય તો લાભાંતરાય. એ અંતરાય ક્યારે તૂટે એ પૂછે. પૈસા મળ્યા હોય પણ ખવાય-પિવાય નહીં, એ ભોગાંતરાય. આ ભોગાંતરાય ક્યારે તૂટે એ પણ પૂછે. વારંવાર ભોગવવાની વસ્તુઓને ભોગવવાની ઇચ્છા પણ પૂરી ન થતી હોય એ ઉપભોગાંતરાય. આ ઉપભોગાંતરાય ક્યારે તૂટે એ પૂછે. કામ કરવાનું મન હોય પણ શરીર કરવા ન ઇચ્છે, એ વીર્યાંતરાય. આ વીર્યાંતરાય ક્યારે તૂટે એમ પણ પૂછે. પણ આ દાનાંતરાય ક્યારે તૂટે ? એમ કોઈ પૂછવા આવતું નથી.
તમેલોકોડાહ્યાથાવતોકામચાલે.
મોટું ટોળું ભેગું ન થાય તો કોઈ વાંધો નહીં. થોડા પણ સારા રહે તો બસ. પાંચમો આરો સુખે-દુઃખે પૂરો થાય. સમ્યગ્જ્ઞાન, દર્શન અને ચારિત્રને પામીને, સંસારમાંથી છૂટો તો કામ થાય. ચોથા આરામાં સારા ઘણા અને ખરાબ થોડા. એટલે ખરાબની ગણતરી નહીં, માટે કાળ સારો ગણાતો. પાંચમામાં ખરાબ ઘણા ને સારા ઓછા એટલે સારાની ગણતરી નહીં.
જેચોપડાબહુમાનથીલાવોએમાંખોટુંના લખાય
શ્રીગૌતમસ્વામીએ પાંચમા આરાના કાળનું ભાવિ ભગવાનને પૂછેલું અને ભગવાને જે જણાવેલું તે બધું કહેવાનું છે. એમાંથી બોધ લઈને આપણે સારા રહેવું છે. ખરાબ થવું નથી ને ? તમારે વિવેકી થવું છે, એ વાત નક્કી ? સુસાધુ કેવા હોય ? લોકહેરીમાં ન પડે એ સુસાધુ. લોક બોલાવે તેમ બોલવું. લોક કહે તેમ કરવું. એમાં વિશેષતા શું ? સુસાધુ લોક ચલાવે તેમ ચાલે નહિ. લોકની સાથે રહે પણ જીવે પોતાની રીતે.
તો પછી, અમારાથી, આ જમાનામાં સારા શી રીતે રહેવાય ? અમારી સહી લેવાય આવે છે. આજે અમને લોકો એવું પૂછે છે કે "સરકાર અન્યાયી થઈ ગઈ તો એની સાથે અમે અન્યાય કરીએ તો એ અન્યાય કહેવાય ?' આવું અમને પૂછવા આવનારાય છે. અન્યાયને અન્યાય ન કહેવાય તો શું કહેવાય ? આજે નીતિધર્મ ચાલ્યો ગયો છે. લોભ એટલો વધી ગયો છે કે, નીતિની વાત સાંભળવા મોટો ભાગ તૈયાર નથી. આ બધું પટારા ભરવા માટે ને ?
સાચા તો બીજામાં લખાય. તમને ખબર જ નથી. એમાંય ખોટું જ લખાય છે. ચોપડાની પૂજા કરનારા બધા, બીજા દિવસથી વ્યવસ્થિત પાપ શરૂ કરે ને ? ભયંકર અજ્ઞાન છે. એ અજ્ઞાન ટાળવું છે.
શ્રીગૌતમસ્વામીના પૂછવાથી શ્રી મહાવીર ભગવાને કહ્યું હતું કે, પાંચમા આરામાં મોટા ભાગે જીવો ખરાબ થવાના. સાંભળનારા કહે કે, આપણે નથી થવું, તો પાંચમા આરામાં બધું ખરાબ થાય તોપણ એ પોતે બચી જાય. પાંચમા આરાના ભાવ શા માટે સાંભળીએ છીએ ? ખરાબ થવા કે ખરાબીથી બચવા માટે ?
સમજવા માટે પૂછવાની છૂટ છે. સમજીને શક્તિ મુજબ કરવા માટે પ્રશ્ન જરૂર કરાય. પ્રશ્ન કરવા પાછળ હેતુ શુદ્ધ હોવો જોઈએ. એમને સમયનો ઉપયોગ કરવાની છૂટ છે, પણ આમાં ટીખળીપણું ન થાય. બીજાને બતાવવા માટે પણ પ્રશ્ન ન પૂછાય. જાણવા-સમજવા માટે ગમે તેટલા પ્રશ્ન પૂછી શકાય. ક્લાસમાં તોફાની છોકરો પણ સુધરવાની ઇચ્છાથી આવતો હોય તો સુધરી જાય.
સાધુ અને સુશ્રાવક વિરલા. વિરલનો જ સંઘ. અવિરલનો પણ હોય ને ? ટોળાંનો નિર્ણય આપણે માનવાનો નહીં. એમને છોડી દેવા પડે. તાકાત છે તમારામાં ? ફળાદેશ પછી નિર્ણય કરવાનો છે. શેનો ? સમજીને ચાલીએ તો કામ પૂરું થાય. સમજીને ન ચાલીએ તો કામ પૂરું ન થાય. આ કાળમાં સારા સાધુ ને સારા શ્રાવક કેટલા ? બહુ થોડા. સુસાધુ જોઈતા હોય તો, શોધવા પડે ને ? કોણ શોધે ? વિવેકવંત જ્ઞાની શ્રાવક જ શોધી શકે ને ? બજારમાં માલ લેવા અજાણ્યાને મોકલાય ? શાક લેવાય અજાણ્યાને મોકલાય ? કેમ બોલતા નથી ? બજારમાંય ખરાબ વેપારી હોય ને ? બજારમાં ખરાબ હોય તો ઉપાશ્રયમાં ખરાબ ન આવે ?
જાગતા જ રહેવાનું. કોણ ક્યારે બગડે એ કહેવાય નહીં. આ દેશમાં અંગ્રેજો હતા, ત્યારે એ લોકો સારો જ માલ મોકલતા. તમે હો તો આવું થાય ? તમને ખબર નથી. સામાન્ય રીતે ગ્રાહક સમજે છે કે, વેપારી પણ કમાવા બેઠો છે. એનેય પેઢ઼ી ચલાવવાની છે. પેઢ઼ીનું ભાડું, ખર્ચા, મૂડી, રોકાણ, વ્યાજખાધ બધું જોવાનું હોય. એટલે વાજબી ભાવ કહે ત્યાં સુધી ગરબડ ન કરે. સહેજસાજ વધુ લાગે તો કહે કે શેઠ તમેય કમાઓ. પણ વધુ પડતો વધારે લાગે તો ઊઠીને ચાલવા માંડે.

 Back  |  Print
Sitemap
|  
Login
|  
Search
|  
Show Right