|
Book Name: ભગવાને ભાખ્યા ભાવિના લેખ વેષધારીઓતોનિઃસત્ત્વજહોય
વેષધારીઓમાં, પાખંડીઓમાં સત્ત્વ ન હોય ? એ ક્યારેય કોઈને સાચું કહી ન શકે. એ તો માત્ર ભાટાઈ જ કરી શકે.
આવા પાખંડી સાધુ ક્ષીરવૃક્ષ જેવા શ્રાવકને ઘેર પણ જાય. એને એ ઓળખી જાય. એનાં વખાણ કરે. પેલાને લાગે કે, મહારાજ કેટલા સરળ છે. મારા વેપારનાં વખાણ કરે છે. વેપારની કુશળતાનાં વખાણ કરે છે. બંગલાનાં, ફર્નિચરનાં, બધાનાં વખાણ કરે છે. લોભિયાને જોઈએ શું શું કરે ? સારાં ક્ષેત્રો કબજે કરે જ. સુવિહિતને માટે વિહારની ભૂમિ રહેવા ન દે.
વેષધારીઓએપાટણમાંકેવીસ્થિતિકરીહતી ?
પાટણમાં ચૈત્યવાસીઓએ એવી જ હાલત કરી હતી. કોઈ સારા સાધુ નહોતા આવી શકતા. લોકો આચાર્ય પાસે ગયા. ભગવાનના કોઈ સારા સાધુ પધારતા નથી. અમારે વંદન કરવાની મુશ્કેલી. આચાર્યે કહ્યું, "ગાદીપતિએ પ્રતિબંધ મૂક્યો છે. રાજા વિરોધી, મંત્રી વિરોધી, પ્રજા વિરોધી, બધા વિરોધી, કાંઈ ઊપજે નહીં. કરવું શું ?' ઘણો વિમર્શ ચાલ્યો. એ દરમ્યાન સત્ત્વવાળા બે વિદ્વાન સાધુઓ હતા. એમણે વિનંતી કરી. "આજ્ઞા હોય તો અમે જઈએ.' આચાર્યે આજ્ઞા આપી. જયાં જાય ત્યાંથી જાકારો મળે. કોઈ રહેવા ન દે. રાજા, મંત્રી બધા વેષધારીઓને વશ હતા. આવું બધું આવા વેષધારીઓ કરી શકે. પણ આ બંને હતા સત્ત્વવાળા, વિદ્વાન અને શાંત. એ ગયા પુરોહિતને મકાને. ત્યારે પુરોહિતને ત્યાં વેદાધ્યયન ચાલતું હતું. એ સાંભળવા લાગ્યા, એ દરમ્યાન પાઠમાં ક્ષતિ આવી એટલે આ વિદ્વાન સાધુઓએ કહ્યું કે, "પાઠ ખોટો થાય છે.' પુરોહિતને જણાયું કે, આ લોકો મહાવિદ્વાન છે. "ક્યાંથી પધારો છો ? ક્યાં ઊતર્યા છો ?' કુશળક્ષેમ પૂછ્યા. સાધુઓએ કહ્યું, "આપના નગરમાં વિદ્વાનોને રહેવાનું સ્થાન જ ક્યાં છે ? રાજયનો પ્રતિબંધ છે.' પુરોહિત કહે, "એમ તે હોય ? તમે મારે ત્યાં રહો. વિદ્વાનને સ્થાન નહીં ? હું રાજાને વિનંતી કરીશ.' એમનું કામ પત્યું. એ તો વિદ્વાનો અને સત્ત્વવાળા હતા, એટલે થયું. બાકી તો સુવિહિત સાધુઓનો વિહાર અટકી જાય ને ?
વેષધારીઓસારાંક્ષેત્રોનેકબજેકરશે
કુલિંગીઓ સારાં ક્ષેત્રો કબજે કરે ને ? આ કુલિંગીઓ પાછા સુસાધુઓને કૂતરા તરીકે ઓળખાવે. "એમનાથી ચેતીને ચાલજો. ઝઘડાળુ છે. એમને તો બીજો ધંધો નથી' એમ કહે અને ક્ષીરવૃક્ષ જેવા શ્રાવકને બબ્બુલ (બાવળ) વૃક્ષની જેમ ઘેરી લે. એમને મંદિરની ચિંતા બિનજરૂરી લાગે. એમને ધર્મસ્થાનની ચિંતા બિનજરૂરી લાગે. એમને જરૂરી લાગે કારખાનું.
મહાપુરુષો મૂકી ગયા છે તેનું રક્ષણ પણ થતું નથી. આજે એ ધર્મસ્થાનોની રક્ષા થાય છે ? સુખી નથી માટે નથી કરી શકતા ? દાતાર નથી માટે નથી કરી શકતા ? કેમ નથી કરી શકતા ? શું ખૂટે છે ? શ્રીમંતો પણ છે. ઉદાર પણ છે. પણ એ બધા ઘેરાઈ ગયા છે. વેષધારીઓએ એમને ઘેરી લીધા છે.
આવા વિષમ કાળમાં જીવવાનું છે. ધર્મ પાળવાનો છે. સારો વારસો મૂકીને જવાનું છે. થોડા તો થોડા, તમે ગભરાશો નહીં. શાસન ક્યાં સુધી રહેશે તેની ચિંતા કરશો નહીં. શાસન રહેવાનું જ છે. પાંચમા આરાના છેડા સુધી, કુસાધુ પણ હશે. સુસાધુ શોધવા પડશે. કુસાધુના રવાડે ચડવું નહીં. કેમ કે એ શાસનને ઉપયોગી નથી.
શ્રાવક શ્રીમંત ઘણા. પણ બધા દૂધ ઝરતાં નહીં. શ્રીમંતાઈની ખબર ન પડવા દે. એવા ઘણા શ્રીમંત છે, એ કોઈ ન જાણે એવી વૃત્તિવાળા. તાનમાં આવી જાય તો કહે એ જુદી વાત. ધર્મસ્થાનમાં પોતે સુખી છે, એ બતાવવાની ભૂલ સુખી શ્રાવક કરતો જ નથી. અહીં બેઠેલો કોઈ શ્રીમંત ન લાગે. શ્રીમંત તો દાનની વાત આવે એટલે સળવળે. આજે મળે આવા ? ઉપદેશ સાંભળતાં જ પરિણામ આવે. શાસનને પૂજનારા અને ઉદારતાને વરેલા જ ક્ષીરવૃક્ષ-દૂધ ઝરતાં શ્રાવક કહેવાય. શ્રીમંતનું દાન બધાની નજરે ચડે એવું હોય. દાનથી જ એની શ્રીમંતાઈ મપાય.
કુસાધુઓસુસાધુઓનેકૂતરાજેવાગણાવશે
જેને પૈસાની કિંમત નહીં પણ દાનની કિંમત એ બધા કેવા ? ક્ષીરવૃક્ષ જેવા. એવાઓને કુસાધુ ઘેરી લેશે. એવા સુખીને ત્યાં કુસાધુ આંટા ખાય. એમનો ધંધો જ આ, વખાણ કરવાનો. સુખી વર્ગ કોની પાસે જાય ? જે વખાણ કરે એની પાસે. પછી એવાઓને કુલિંગીઓ મીઠી મીઠી વાતો કરી પ્રલોભનવાળી વાતો કરી વશ કરી લે. એ ક્ષીરવૃક્ષોને સાચી વાત કરનારા સુસાધુ ખરાબ જ લાગે. એવા વ્યુદ્ગ્રાહિત થઈ જાય કે કુસાધુનું માની લે. કુસાધુ સુસાધુને કૂતરા તરીકે ઓળખાવે. કૂતરું કૂતરાને ન ખમે. ભસવાની જ વાત, એવું આ કુલિંગીઓ ભરાવી દે. સાચી વાતનું મંડન કરનારા અને ખોટી વાતનો પ્રતિકાર કરનારાને એ લોકો કૂતરાના સ્વભાવવાળા જ કહેને ? બેસી ગયું ? આંખ મીંચીને વિચાર કરી જૂઓ. આજે આવું દેખાય છે ? કંજુસ મોટા ભાગે મારો પૈસો સારે માર્ગે ન ચાલ્યો જાય એ માટે સાવચેત. શ્રીમંત છે, પણ ક્ષીરવૃક્ષ જેવા નથી. ક્ષીરવૃક્ષ જેવા છે તે ઘેરાઈ ગયા છે.
જે શ્રીમંત છે છતાં ક્ષીરવૃક્ષ જેવા નથી તેની સામે તો પેલા પણ નથી જોતા. જેનામાં દાનનો ગુણ છે અને એની પાસે લક્ષ્મી હોય તો તેને સન્માર્ગે ખર્ચ્યા વિના ચેન ન પડે, એને ક્ષીરવૃક્ષ કહેવાય. સાત ક્ષેત્રો અને આઠમી અનુકંપા. એ બધાં ક્ષેત્રોમાં એમનું દાન રોજ હોય જ. એક દિવસ પણ આ આઠેય ક્ષેત્રે દાન કર્યા વિનાનો ન હોય એવા કેટલા ?
જે માતાનું ધાવણું બાળક મરી જાય તેને નીચોવી નીચોવીને દૂધ કાઢ઼વું પડે. દૂધ શરીરમાં રહે તો રોગ થાય. તેમ ક્ષીરવૃક્ષને રોગ થાય, સડી જાય. શ્રીમંત જ એનું નામ કે જેને ધન સન્માર્ગે ખર્ચ્યા વિના ચાલે નહીં. જે ક્ષીરવૃક્ષ છે, તે એવા કે દાનની વાત કરો તો છૂપા ન રહે. સંગીતકારનો આલાપ થાય તો સમજદારનું માથું હલ્યા વિના ન રહે. દાન ગુણ છે, એવા ગુણવાન શ્રીમંત શ્રાવક ક્ષીરવૃક્ષ. એવા આત્મા કુલિંગીના ફંદામાં ન આવ્યા હોય તો શાસનની પ્રભાવના એવી થાય કે શાસન ઝળહળી ઊઠે.
"તત્ત્વની વાતમાં તમારે સમજવાનું શું ? તમારો તો હાથ જોડવાનો અધિકાર. એથી ભાંજગડમાં પડશો મા,' એનું નામ મિથ્યાત્વ. હાથ જોડનારા મૂરખ જોઈએ કે જાણકાર ? માથું પછાડનારા જોઈએ કે નમસ્કાર કરનારા ? પણ પેલા તો કહે કે, આવી ભાંજગડમાં પડવું નહીં. પડશો તો પાયમાલ થઈ જશો, કેમ ? મારી વાત બેસતી નથી ? કુલિંગીઓએ તો એવા એવાને કબજે લીધા છે કે, વાત ન પૂછો. માનપાનમાં ઉછરેલાને "હા જી હા' કરનાર જ જોઈએ. એમાં પાછું સાધુનું માન મળે. પછી જોઈએ શું ? શ્રીમંતને તો માન જોઈએ છે. વાહ વાહ કરનારો જોઈએ છે. દાન મુસીબતે કરે છે, સાચું સાંભળવા તૈયાર નહીં.
વેષધારીઓતોનિઃસત્ત્વજહોય