|
Book Name: ભગવાને ભાખ્યા ભાવિના લેખ શરીરના રોગીને જેમ ડૉક્ટરની દવા વિના ન ચાલે તેમ મનના રોગીને અર્થ-કામ વિના ન ચાલે. દવા ત્યારે જ લેવી પડે કે જયારે અશુભનો ઉદય હોય. શરીરનો રોગ એ જ અશુભનો ઉદય. દવાનો ખપ રોગીને પડે, નીરોગીને નહીં. મનના રોગીને અર્થ-કામ વિના ચાલે એવું નથી. પણ કેટલીક દવા રોગ વધારનારી હોય છે. રોજ ખાય તો મારનારી હોય છે. આજે તો લોકો દવા પણ મજાથી ખાય છે. રોજ ડૉક્ટર ઘેર આવે. રોજ દવા આપે.
હમણાં ડૉક્ટર અને શ્રીમંતોની મૈત્રી છે. દવાની શીશી ગજવામાં હોય એ ભૂષણ મનાય છે. ખાધા પહેલાં લેવાની, ખાધા પછી લેવાની, ઝાડા માટે લેવાની, પેશાબ માટે લેવાની, ઊંઘ માટે લેવાની. દવા ખાતાં ન આવડે તો અનર્થ કરે.
ખરો પુરુષાર્થ જ મોક્ષ. એની સાધનામાં કામ લાગે એ ધર્મ પુરુષાર્થ. મોક્ષની સાધનામાં કામ ન લાગે એ ધર્મ પણ પુરુષાર્થ નહીં. એ ધર્મ પણ અનર્થકારી. ધર્મ સંયમાદિ દશવિધ યતિધર્મ.
કામ અને અર્થ એવા છે કે, જગતના જીવોને એની જરૂર પડવાની જ. માંદા પડો એટલે હૉસ્પિટલ જવાની જરૂર પડે. ડૉક્ટર પાસે જવાની જરૂર પડે. દવા લેવાની પણ જરૂર પડે. પણ એવી જરૂર પડે એથી કાંઈ એ રાજી થાય ?
દવા લઈએ તો થોડી વાર સારું લાગે. પણ રોગ ન મટે તો ? પણ તમને તો રોગની જ ખબર નથી, પછી દવા શેની લો ? અર્થ-કામની જીવને જરૂર પડે. પણ એથી આનંદ કેમ લાગે ? દવાની ગોળીઓથી જરાક આરામ થાય, પછી ગોળી ખાઈ ખાઈને લોક મરે છે. અર્થ-કામ ભોગવીને મરે એ ડાહ્યા કહેવાય ? બધા આ વાત સામાન્ય રીતે સમજયા હોત તો ? નથી સમજયા માટે જ ભગવાને જીવનભર આ જ વાત કરી છે. આ જ વાત આગમોમાં સમજાવી છે. અંતિમ દેશનામાં પણ આ જ વાત છે.
કામ એટલે વિષયસુખનો ભોગવટો, અર્થ એટલે વિષયસુખની સામગ્રી. એમાં બધી વસ્તુ આવી જાય. એકલો પૈસો નહીં.
જગતના જીવ બિચારા રોગી છે. રાગનો રોગ. વિષયવાસનાનો રોગ. લોભનો રોગ. લોભમાં સફળતા મળે તેનો આનંદ થાય તેનો રોગ. આ લોકોને રોગ થયા વિના નહિ રહે હૉસ્પિટલો ઘણાને ગમે ! ડૉક્ટરો ઘણાને ગમે ! દવાઓ ઘણાને ગમે !
સંસાર રોગ છે, ધર્મ ઔષધ છે. ધર્મની પ્રવૃત્તિ પથ્ય છે, સંસારની પ્રવૃત્તિ કુપથ્ય છે. અનંતકાળથી આત્માને સંસાર નામનો રોગ વળગ્યો છે. સંસાર એટલે વિષય-કષાયની પરવશતા. વિષય-કષાય મૂળથી નાશ પામે તો સંપૂર્ણ આરોગ્ય થાય.
સંસારનો રોગ કાઢ઼વા, ધર્મ ઔષધ સેવવા, મોક્ષરૂપી આરોગ્ય સિદ્ધ કરવા, દાન, શીલ, તપ વગેરે પથ્ય છે. સંસારની સઘળી પ્રવૃત્તિ કુપથ્ય છે.
અર્થ ને કામની જરૂર કોને ? રોગીને ને ? રોગનું ભાન ન હોય તેને આ વાતનો ખ્યાલ ન આવે. આપણે બધા જ રોગી છીએ. રોગી તરીકે અમારો નંબર પણ તમારી સાથે જ છે. માટે ઔષધ સેવન કરવાનું, પથ્ય પાળવાનું, કુપથ્ય છોડવાનું.
જો મુનિ સાવચેત ન હોય તો એને પણ પરવશતા આવતાં વાર ન લાગે. પણ એ સાવચેત છે. અગિયારમે ગુણઠાણે પહોંચેલાય એમાં પડે છે અને સંસારમાં રખડે છે. મુનિ સાવધ ન હોય તો એ મુનિ ન રહે; એ ખાલી કપડાંમાં જ હોય. એટલા માટે કહ્યું છે કે, મુનિ વેષધારી બની ગયા છે. વેષ વિડંબક બની ગયા છે.
આ અર્થ અને કામથી ભરેલી દુનિયામાં< |