Book Name: ત્રિષષ્ટીય દેશના Author: કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂ મ. સા.
એક વખત સભાને વિસર્જન કરી એકાંત સ્થળે બેઠેલા, ત્રણ જ્ઞાનને ધારણ કરનારા અજિતસ્વામી સ્વયમ એવું ચિંતવવા લાગ્યા કે "આજ સુધીમાં ઘણાખરા ભોગફળ" કર્મ ભોગવાઈ ગયેલા હોવાથી હવે ગૃહવાસી એવા મારે સ્વકાર્યમાં વિમુખ થઈ રહેવું "ન જોઈએ; કારણ કે આ દેશનું મારે રક્ષણ કરવું જોઈએ, આ શહેર મારે સંભાળવું" જોઈએ, આ ગામો મારે વસાવવાં જોઈએ, આ માણસોને પાળવા જોઈએ, આ હાથીઓને" વધારવા જોઈએ, આ ઘોડાઓનું પોષણ કરવું જોઈએ. આ ભૃત્યોનું ભરણપોષણ કરવું" જોઈએ, આ યાચકોને તૃપ્ત કરવા જોઈએ, આ સેવકોને પોષવા જોઈએ, આ શરણાગતોને બચાવવા જોઈએ, આ પંડિતોને બોલાવવા જોઈએ, આ મિત્રોનો સત્કાર કરવો" જોઈએ, આ મંત્રીઓનો અનુગ્રહ કરવો જોઈએ, આ બંધુઓને ઉદ્ધારવા જોઈએ, સ્ત્રીઓને રંજિત કરવી જોઈએ અને આ પુત્રોને લાલિત કરવા જોઈએ-એવાં" પરકાર્યોમાં પ્રતિક્ષણે આકુળ થયેલા પ્રાણી પોતાના સમગ્ર માનુષજન્મને નિષ્ફળ" ગુમાવે છે. એ સઘળાઓના કાર્યમાં વ્યગ્ર થયેલા પ્રાણી, યુક્ત અયુક્ત નહીં વિચારતો "મૂઢપણે પશુની જેમ નાના પ્રકારના પાપ આચરે છે. આ મુગ્ધબુદ્ધિવાળો પુરુષ" જેઓને માટે પાપ કરે છે તેઓ, મૃત્યુ માર્ગે ચાલતા એવા તે પુરુષની પાછળ જરા "પણ જતા નથી, અહીં જ રહે છે. કદાપિ તેઓ અહીં રહે તો ભલે, પણ અહો!" આ શરીર પણ દેહીની પાછળ એક પગલું પણ ભરતું નથી! ત્યારે અહો! આ "કૃતઘ્ન શરીરને માટે મુગ્ધ પ્રાણીઓના ફોગટ જ પાપકર્મ કરે છે! આ સંસારમાં પ્રાણી" એકલોજ ઉત્પન્ન થાય છે, એકલો જ મૃત્યુ પામે છે અને ભવાંતરમાં મેળવેલાં કર્મોને "એકલોજ અનુભવે છે. તેણે પાપ કરીને જ ઉપાર્જન કરેલું દ્રવ્ય તેનાં સગાંવહાલાંઓ "એકઠા થઈને ભોગવે છે અને તે પોતે એકલો નરકમાં પડ્યો પડ્યો તેથી બાંધેલા" પાપ કર્મવડે દુઃખ ભોગવે છે. દુઃખરૂપી દાવાનળથી ભયંકર એવા સંસારરૂપી મહાવનમાં" કર્મને વશ થયેલો જંતુ એકલો જ ભમે છે. સંસાર સંબંધી દુઃખ અને મોક્ષથી પ્રાપ્ત" થતું સુખ પ્રાણી એકલો જ ભોગવે છે, તેમાં તેને કોઈ સહાયકારી નથી. જેમ હૃદય, "હાથ, ચરણ વિગેરેને નહીં હલાવનાર માણસ સમુદ્ર તરી શકતો નથી પણ તે સર્વને " ઉપયોગમાં લઈ તરવા માંડે તો તત્કાળ પાર પામી જાય છે, તેમ ધન અને દેહાદિકના "પરિગ્રહથી પરાઙ્મુખ થઈ તેનો સદુપયોગ કરી આત્મસ્વરૂપમાં સ્થિત થયેલો પ્રાણી" જલદી સંસારસમુદ્રનો પાર પામે છે.
|