Book Name: ત્રિષષ્ટીય દેશના Author: કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂ મ. સા.
`હે નાથ! ઘોર વિપત્તિરૂપી અનેક મગરમચ્છોથી આકુળવ્યાકુલ એવા આ સંસાર ગરમાં લોકોમાં પ્રસરતી તમારી દેશનાની વાણી નૌકાની પેઠે આચરણ કરે છે. હે ત્રણ જગતના ગુરૂ! આપ્ત છતાં અનાપ્તપણાને માનતા એવા મારા પિતાએ તમારાં વચન સાંભળવાનો નિષેધ કરીને મને આટલો વખત સુધી ઠગ્યો છે. હે, ત્રિલોકપતિ! જેઓ કણાજલિરૂપ સંપુટથી તમારા વચનામૃતને શ્રદ્ધાપૂર્વક પીવે છે. તેઓને ધન્ય છે. હું એવો પાપી હતો કે જે તમારાં વચનને નહિ સાંભળવાની ઇચ્છાએ કાને હાથ દઈને આ સ્થાનને ઓળંગી જતો હતો. તેવામાં એકવાર ઇચ્છા વગર મેં તમારૂં વચન સાંભળ્યું હતું, પરંતુ મંત્રાક્ષર જેવા તે વચનવડે રાજારૂપ રાક્ષસથી મારી રક્ષા થઈ છે. હે જગત્પતિ! જેવી રીતે મને મરણથી બચાવ્યો છે, તેવીજ રીતે આ સંસારસાગરમાં ડુબી જવાથી પણ મને બચાવો." પછી પ્રભુએ તેની ઉપર કૃપા કરીને નિર્વાણપદને આપનારી શુદ્ધ ધર્મદેશના આપી.
|