|
સાર્વજનિક ટ્રસ્ટ સ્થાપવાની રીતો
સાર્વજનિક ટ્રસ્ટ નીચેની રીતો દ્વારા સ્થાપી શકાય છે.
1. કંપની એક્ટ હેઠળ લીમીટેડ કંપનીની જેમ,
2. સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ હેઠળ અધિકૃત સોસાયટીની જેમ
3. મુસ્લીમો દ્વારા વક્ફ
4. હિંદુઓ દ્વારા અપાયેલી ભેટ
5. સંસ્થા તરીકે
(1) ટ્રસ્ટ ફંડનું રોકાણ- અનુસૂચિત બેંક અને પબ્લીક સીક્યોરીટીસ
o ખાનગી વેપારી પેઢી અને જોખમી રોકાણોમાં ટ્રસ્ટની મૂડીને જતી અટકાવવી. જો ટ્રસ્ટીઓ રોકે તો તેના માટે તેઓ જાતે જવાબદાર ગણાય.
o ટ્રસ્ટની મૂડીમાંથી સ્થાવર મિલકત ખરીદવા માટે ચેરીટી કમિશ્નરની પરવાનગી જોઈએ. પણ જો ટ્રસ્ટની મૂડી, ટ્રસ્ટે કરેલી જોગવાઈ અથવા અંતર્ગત શાળાના મકાનો કે હોસ્પિટલના મકાનો વગેરેમાં વાપરવાની હોય તો આવી પરવાનગીની જરૂર નથી.
o ટ્રસ્ટના દસ્તાવેજમાં કરાયેલી જોગવાઈની દરકાર કર્યા વગર ટ્રસ્ટની જે કોઈ પણ સ્થાવર મિલકત હોય તેને વેચવા, ગિરવે મૂકવા કે કોઈને ભેટ આપવા, પૂર્વેથી જ ચેરીટી કમીશ્નરની પરવાનગી જરૂરી છે.
(2) ટ્રસ્ટની જોગવાઈઓ અને કોર્ટ તથા ચેરીટી કમિશ્નરના કાયદાકીય સૂચનોને સંમત એવા ટ્રસ્ટના આશય અને પ્રયોજન માટે ટ્રસ્ટ અને ટ્રસ્ટની મિલકતનો વહીવટ કરવો.
(3) એક સાધારણ બુદ્ધિશાળી વ્યક્તિ જે રીતે પોતાની મિલ્કતની લે વેચમાં ધ્યાન રાખે છે તે રીતે ટ્રસ્ટની મૂડીની લેવડ દેવડ કરતાં આ પોતાની જ મૂડી છે એવું માનીને તે રીતે ધ્યાન રાખવું.
(4) પૂર્વે ચેરીટી કમીશ્નરની મંજૂરી લીધા વિના ટ્રસ્ટના પ્રયોજન માટે નાણા ઉછીના ન લે અથવા ટ્રસ્ટના વતી ન લે.
(5) જ્યારે મરજી મુજબ વર્તવાથી ટ્રસ્ટીની સત્તાનો દુરૂપયોગ થયો હોય અને અનીતિપૂર્વક સત્તાનો ઉપયોગ થયો હોય અથવા ટ્રસ્ટીઓનો વ્યવહાર ઉચિત ન હોય ત્યારે ટ્રસ્ટીની મરજી મુજબ વર્તવાની ટ્રસ્ટીની સત્તા કોર્ટ દ્વારા અંકુશમાં લેવાય છે.
(6) ટ્રસ્ટનો સ્વીકાર કર્યા બાદ ટ્રસ્ટીએ ટ્રસ્ટીઓની જવાબદારીઓ, ટ્રસ્ટીની મિલ્કત, ટ્રસ્ટની કલમો, પોતાને સોંપાયેલાં ટ્રસ્ટના દસ્તાવેજના મુદ્દાઓથી પોતાની જાતને વાકેફ કરવી. જો ટ્રસ્ટી નિષ્ક્રિય રહે અને જે ટ્રસ્ટનો વહીવટ કરવાનો હોય ત્યાં કોઈ પગલાં ન લે તો ટ્રસ્ટના સહ ટ્રસ્ટીઓના વિશ્વાસઘાતથી ઉત્પન્ન થતાં નુકશાનો માટે તે જવાબદાર બને છે. દરેક ટ્રસ્ટીઓની સહિચારી અને અંગત જવાબદારીઓ રહે છે.
(7) ટ્રસ્ટથી વિપરીત જવાનો કે ફેરફાર કરવાનો અધિકાર ટ્રસ્ટી પાસે નથી.
(8) ટ્રસ્ટની મિલ્કત સાચવવાની અને જાળવવાની તેમ જ હિસાબના ચોપડા બરાબર રાખવાની જવાબદારી ટ્રસ્ટીની છે.
(9) ટ્રસ્ટી પોતાના કર્તવ્ય અથવા સત્તા અજાણ્યાને સોંપી ન શકે કારણ કે ટ્રસ્ટીપણું વ્યક્તિગત વિશ્વાસને આધીન છે. |