(1) બિનધાર્મિક શિક્ષણની ઉન્નતિ અને ફેલાવાના હેતુ માટે સંપૂર્ણપણે હોય અથવા પશુઓને તબીબી રાહત અથવા પશુરોગની સારવારના હેતુ માટે સંપૂર્ણપણે હોય તેવા ટ્રસ્ટ સિવાય જ દરેક સાર્વજનિક ટ્રસ્ટે દર વર્ષ પોતાની મિલકત અથવા ફંડમાંથી તેની એકંદર વાર્ષિક આવકના અથવા સાર્વજનિક ટ્રસ્ટ ધર્માદા હોય, તો તેનાં કુલ વાર્ષિક એકઠાં કરેલાં અથવા મેળવેલાં નાણાંના 2 ટકાનાં દરે, સાર્વજનિક ટ્રસ્ટ વહીવટ ફંડમાં ફાળો આપવો જોઈશે.
[પરંતુ કોઈ સાર્વજનિક ટ્રસ્ટની બાબતમાં સન 1967ના વર્ષ દરમિયાન, કોઈપણ દિવસે પૂરી થતી બાર મહિનાની મુદતના સંબંધમાં અને તે પછીના બાર મહિનાની મુદતના સંબંધમાં પેટા-નિયમ (2) હેઠળ આકારવાનો ફાળો, તે સાર્વજનિક ટ્રસ્ટની કુલ વાર્ષિક આવકના અથવા યથાપ્રસંગે તે ટ્રસ્ટે એકઠા કરેલાં અથવા મેળવેલા કુલ વાર્ષિક નાણાંના 1 ટકાના દરે આકારવો જોઈશે.]
બિનધાર્મિક શિક્ષણની ઉન્નતિ અને ફેલાવા માટેનું સાર્વજનિક ટ્રસ્ટ છે કે નહિ તે બાબતમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તે ચેરિટી કમિશ્નર, સંબંધિત પક્ષકારની વિનંતી ઉપરથી અથવા પોતાની મેળે રાજ્ય સરકારને પ્રશ્ન લખી મોકલી શકશે અને તે અંગે રાજ્ય સરકારનો નિર્ણય આખરી ગણાશે.
2 (1-ક) પેટા-નિયમ (1) માં ગમે તે મજકુર હોય તે છતાં, અને સદરહુ પેટા-નિયમમાં નિર્દિષ્ટ કરેલી મુદત પૂરી થઈ હોય તે છતાં, સદરહુ નિર્દિષ્ટ મુદત પૂરી થયાના આરંભની અને 31મી માર્ચ 1975ના રોજ પૂરી થતી મુદતના સંબંધમાં કોઈ સાર્વજનિક ટ્રસ્ટની બાબતમાં પેટા-નિયમ (2) હેઠળ આકારવાનો ફાળો તે સાર્વજનિક ટ્રસ્ટની કુલ આવકના, અથવા યથાપ્રસંગ, તે ટ્રસ્ટે એકઠા કરેલા અથવા મેળવેલાં કુલ વાર્ષિક નાણાંના 1 ટકાના દરે આકારવો જોઈશે.
(2) 31 મી માર્ચે અથવા કલમ 33ની પેટા-કલમ (1) હેઠળ આ અર્થે ચેરિટી કમિશ્નરે અમુક ટ્રસ્ટ કે ટ્રસ્ટોના વર્ગ માટે નક્કી કર્યા હોય તેવા બીજા દિવસે પૂરા થતા અગાઉના બાર મહિના દરમિયાન, યથાપ્રસંગ, થયેલી એકંદર વાર્ષિક આવકના અથવા એકઠા કરેલાં અથવા મેળવેલાં નાણાંને આધારે આ ફાળાની આકારણી કરવી જોઈશે.
(3) ફાળાની આકારણી કરવાના હેતુ માટે, કોઈ સાર્વજનિક ટ્રસ્ટની એકંદર વાર્ષિક આવકની અથવા સાર્વજનિક ટ્રસ્ટ ધર્માદા ટ્રસ્ટ હોય ત્યારે તેની કુલ વાર્ષિક એકઠી કરેલી અથવા મેળવેલી વકાની ગણતરી કરતી વખતે નીચેની કપાતો કરવા દેવી જોઈશે. :-
1. જેના હેતુઓમાંનો એક હતુ બિનધાર્મિક શિક્ષણની ઉન્નતિ અને ફેલાવો કરવાનો હોય તે સાર્વજનિક ટ્રસ્ટની બાબતમાં, તે હેતુ માટે વાપરેલો એકંદર આવકનો અથવા એકઠા કરેલાં અથવા મેળવેલાં નાણાંનો ભાગ.
2. જેના હેતુઓમાંનો એક હેતુ તબીબી રાહત આપવાનો હોય તે સાર્વજનિક ટ્રસ્ટની બાબતમાં તે હેતુ માટે વાપરેલો એકંદર આવકનો અથવા એકઠાં કરેલાં અથવા મેળવેલાં નાણાંનો ભાગ.
(2-ક) જેના હેતુઓમાં એક હેતુ પશુઓના રોગની સારવાર કરવાનો હોય તે સાર્વજનિક ટ્રસ્ટની બાબતમાં, તે હેતુ માટે વાપરેલો એકંદર આવકનો અથવા એકઠાં કરેલા અથવા મેળવેલાં નાણાંનો ભાગ.
3. કોઈપણ સાધન દ્વારા વર્ષ દરમિયાન પ્રાપ્ત થયેલી થયેલી સખાવતો,
4. (કર્મી કર્યો છે.)
5. સરકાર અથવા સ્થાનિક સત્તાધિકારીઓ તરફથી મળેલી ગ્રાન્ટ.
6. ટ્રસ્ટની માલિકીના ભાડે આપ્યા ન હોય અને જેની કોઈ આવક ન હોય તે મકાનોના અંદાજેલા એકંદર વાર્ષિક ભાડાના 81/3 ટકા લેખે વાર્ષિક મરામતો માટેની છૂટ.
સ્પષ્ટીકરણ :- અંદાજેલું એકંદર વાર્ષિક ભાડું એટલે, મકાનોની કર આકારવા પાત્ર કિંમત અથવા સ્થાનિક સત્તાધિકારીએ એવી કર આકારવા પાત્ર કિંમત નક્કી ન કરી હોય, તો નાયબ અથવા મદદનીશ ચેરિટી કમિશ્નરે અંદાજેલું વાર્ષિક ભાડું.
7 મકાનોમાં કંઇ બદલવા માટે જો કોઈ ઘસારા ફંડ હોય તો તે ઉપરનું વ્યાજ.
8 લોન પાછી ભરપાઈ કરવા માટે કી ડૂબત ફંડ હોય તો તે ઉપરનું વ્યાજ.
9. ખેતીનાં હેતુઓ માટે વપરાતી જમીનમાંથી થયેલી આવક અથવા પ્રાપ્ત થયેલાં નાણાંમાંથી.
ક. જમીન મહેસૂલ અને લોકલ ફંડ સેસ ટ્રસ્ટે ભરવાપાત્ર હોય તો તે.
ખ. ટ્રસ્ટે જમીન પટેથી ધારણ કરી હોય તો વરિષ્ટ ખાતેદારને આપવા પાત્ર ગણાય.
ગ. ટ્રસ્ટના જમીનની ખેતી કરતું હોય તો, ઉત્પાદનનો ખર્ચ (પણ તેમાં સિંચાઈ અને બીજા કામોના કેપિટલ ખર્ચનો અથવા એવા કામોના નિભાવનો અથવા મરામતનો જે ખર્ચ, નાયબ અથવા મદદનીશ ચેરિટી કમિશ્નર વા નિભાવ અથવા મરામતનો અગાઉનો ખર્ચ જોઈને નક્કી કરેલી હદ કરતાં વધારે હોય તો ખર્ચનો સમાવેશ થતો નથી.)
સ્પષ્ટીકરણ :- ખેતીનાં હેતુઓ માટે ઉપયોગમાં લેવાયેલી જમીનમાંથી પ્રાપ્ત થયેલી આવક તે કોઈ વસ્તુ હોય ત્યારે તે મળે તે વખતે તેની જે બજાર કિંમત હોય તે કિંમત ઠરાવવી.
10. ખેતી સિવાયનાં હેતુઓ માટે ઉપયોગમાં લેવાતી જમીનમાંથી (મકાનો સહિત) થયેલી આવક અથવા મેળાં નાણાંમાંથી.
ક. ટ્રસ્ટે આપવા પાત્ર આકારણી સેસ અને બીજાં સરકારી લેણાં તથા મ્યુનિસિપલ અને બીજા વેરા.
ખ. વરિષ્ઠ જમીનદારને ભરવાપાત્ર જમીનનું ભાડું.
ગ. મકાનના સંબંધમાં વીમાનું પ્રીમિયમ જે કંઇ હોય તે.
ઘ. મકાનોના એકંદર ભાડાના 81/3 ટકા લેખે વાર્ષિક મરામતો માટેની છૂ.
11. સિક્યુરિટી, સ્ટોક, શેર અને ડિબેન્ચરમાંથી થયેલી આવક અથવા પ્રાપ્ત થયેલા નાણાંમાંથી ઉઘરાવવાના ખર્ચ માટે એક ટકાની છૂટ.
(4) ફાળાની આકારણીના હેતુ માટે સાર્વજનિક ટ્રસ્ટ ધંધો અથવા વેપાર ચલાવે તો એવા ધંધા અને વેપારના ચોખ્ખા વાર્ષિક નફાને, ધંધા અથવા વેપારની કુલ આવક તરીકે ગણવામાં આવશે.
(પ) કલમ 33ની પેટા-કલમ (2) હેઠળ સાર્વજનિક ટ્રસ્ટના હિસાબ તપાસનાર દરેક ઓડિટરે, કલમ 34ની પેટા-કલમ (1) હેઠળ અથવા મદદનીશ ચેરિટી કમિશ્નરને મોકલવાનું જરૂરી હોય તેવા સરવૈયા તથા આવક અને ખર્ચના હિસાબની નકલ સાથે આ અનુસૂચિ 9-ગ ના નમૂના પ્રમાણે ફાળો ભરવાને પાત્ર હોય એવા ટ્રસ્ટની આવકનું પત્રક જોડવું જોઈએ.
(6) સાર્વજનિક ટ્રસ્ટોના કોઈ વર્ગના હેતુઓના પ્રકારને અથવા તેની ઓછી આવકને લક્ષમાં લઈ સરકાર રાજપત્રમાં, જાહેરનામા દ્વારા, સાર્વજનિક ટ્રસ્ટો વહીવટ ફંડમાં ટ્રસ્ટોના એવા કી વર્ગ જે દરે ફાળો આપવાનો હોય તે દર માફ કરી શકશે અથવા ઓછો કરી શકશે.
(7) પૂર્વવર્તી પેટા-નિયમો, અનુસાર ગણેલો સાર્વજનિક ટ્રસ્ટે આપવાપાત્ર વાર્ષિક ફાળો બસો રૂપિયા કરતા વધુ હોય, ત્યારે બે સરખા હપ્તાઓથી ભરી શકાશે. જેમાંનો પહેલો હપ્તો એક મહિનાની અંદર ભરવો જોઈશે અને બીજો હપ્તો નિયમ 33ના પેટા-નિયમ (1) હેઠળ ઠરાવેલી નોટિસ મળ્યેથી ચાર મહિનાની અંદર ભરવો જોઈશે. (8) કામઉલાઉ જોગવાઈ- મુંબઈ સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ 1050 લાગુ પાડવામાં આવે તે તારીખથી થતા અને ત્યારપછી આવતી 31મી માર્ચ (અથવા આ અર્થે ઉપર્યુક્ત મુજબ ચેરિટી કમિશ્નર નક્કી કરે તેવી તારીખે) પૂરા થતા વર્ષના કોઈ ભાગ માટેનો, તે મુદત બાર મહિના સાથે જે પ્રમાણ ધરાવતી હોય તે પ્રમાણે અનુસાર રહેશે.
|