Welcome   Home   About Us   Contact Us    Search    Sitemap 
 
    BalDiksha
    Religion
    Science
    Stories
    Vidhi
    Discources
    Prayer
    FAQ
    Institution
    Arts
    Vision
Home » Trust
E-Mail: 
Gujarati Typing   

સમન્સ બજાવવાની રીત

(1) અધિનિયમ હેઠળની તપાસ અથવા અન્ય કાર્યવાહી વખતે પક્ષકાર, સાક્ષી અથવા એસેસર તરીકે કોઈ વ્યક્તિની હાજરી માટે ટપાલ દ્વારા સમન્સ બજાવી શકશે. જે વ્યક્તિને સમન્સથી બોલાવવાની હોય તે વ્યક્તિ, ચેરિટી કમિશ્નર અથવા નાયબ અથવા મદદનીશ ચેરિટી કમિશ્નરના અભિપ્રાય મુજબ, આ દરજ્જો આપવા લાયક દરજ્જો હોય તો તેને તે કારણસર સમન્સને બદલે પત્ર લખી શકાશે. સમન્સ અથવા પત્ર રજિસ્ટર્ડ ટપાલથી મોકલ્યો હોય અને તે સ્વીકાર્યાની અથવા નહી સ્વીકાર્યાની પહોંચ મળી ગઈ હોય, તો તે સમન્સ અથવા પત્ર સમન્સથી બોલાવેલી વ્યક્તિ ઉપર યોગ્ય રીતે બજાવ્યો છે એમ ગણાશે.
(2)   અધિનિયમ હેઠળની તપાસ અથવા અન્ય કાર્યવાહીનો કોઈ પક્ષકાર, યથા-પ્રસંગ ચેરિટી કમિશ્નર અથવા નાયક અથવા મદદનીશ ચેરિટી કમિશ્નર પાસે, તેના અભિપ્રાય મુજબ કોઈ સાક્ષીને આપવાપાત્ર મુસાફરી ખર્ચ અને અન્ય ભથ્થાં આપવા માટે, પૂરતી હોય તેટલી રકમ, અગાઉથી અનામત મૂકે નહિ, તો તે પક્ષકારને કહેવાથી કોઈ સાક્ષીની હાજરી માટે કોઈ પણ સમન્સ કાઢી શકાશે નહિ.
(1) અધિનિયમ હેઠળની કોઈ તપાસ અથવા અન્ય કાર્યવાહી વખતે દરેક તપાસ ચાલુ હોય ત્યારે, તપાસ અથવા કાર્યવાહી કરનાર અધિકારીએ દરેક સાક્ષીને શું કહે છે તેના ટૂંકા સારની એક યાદી (ગુજરાતીમાં) બનાવવી જોઈશે અને આવી યાદી ઉપર અધિકારીએ સહી કરવી જોઈશે અને તે યાદી રેકર્ડનો એક ભાગ બનશે.
(2) અધિકારી પેટા-નિયમ(1) થી ફરમાવ્યા પ્રમાણેની યાદી કરવાને અસમર્થ હોય તો તેણે પોતાની અસમર્થતાનું કારણ નોંધવું જોઈશે અને તેણે તે યાદી પોતે લખાવડાવીને તૈયાર કરવી જોઈએ.
(1) સાર્વજિનક ટ્રસ્ટોના રજિસ્ટરમાં નોંધેલી કોઈપણ વિગતમાં કરેલા અથવા ધારેલા કોઈ ફેરફાર અંગે, કલમ 22 ની પેટા કલમ (1) હેઠળ સંબંધિત ટ્રસ્ટીએ, આ સાથે જોડેલી અનુસૂચિ 3ના નમૂના પ્રમાણે, નાયબ ચેરિટી કમિશ્નર અથવા મદદનીશ ચેરિટી કમિશ્નરને રિપોર્ટ મોકલવો જોઈએ.
(1-ક) કલમ 22 ની પેટા-કલમ (1ક)માં ઉલ્લેખેલી યાદી, આ સાથે જોડેલી અનુસૂચી-2-કમાં નિર્દિષ્ટ કરેલા નમૂના પ્રમાણે હોવી જોઈશે અને નિયમ 6 ના પેટા-નિયમ (4)માં જોગવાઈ કરેલી રીતે ખરાઈ કરવી જોઈશે.
(2) નાયબ અથવા મદદનીશ ચેરિટી કમિશ્નરે પેટા-નિયમ (1) હેઠળ રિપોર્ટ મળ્યેથી, આ સાથે જોડેલી અનુસૂચિ, 4 ના પ્રમાણે તે હેતુ માટે રાખવાના રજિસ્ટરમાં તેને લગતી વિગતોની નોંધ કરાવવી જોઈશે. ટ્રસ્ટીએ જેને માટે રિપોર્ટ કર્યો હોય તે સિવાયના સાર્વજનિક ટ્રસ્ટોના રજિસ્ટરમાં, કરેલા બીજા ફેરફારોને લગતી વિગતો પણ એવા રજિસ્ટરમાં નોંધવી જોઈએ.
(3) સાર્વજનિક ટ્રસ્ટોના રજિસ્ટરમાંથી નોંધોના સુધારા મૂળ નોંધ અથવા નોંધો લાલ સહીથી ચેકીને કરવા જોઈશે અને જે કંઇ ઉમેર્યું અથવા ફેરફાર હોય તે, ઉપર નાયબ અથવા મદદનીશ ચેરિટી કમિશ્નરે ટૂંકી સહી કરવી જોઈશે.
(4) નાયબ અથવા મદદનીશ ચેરિટી કમિશ્નર પોતે જ, સાર્વજનિક ટ્રસ્ટનો રજિસ્ટરમાંની કોઈપણ નોંધમાં રહી ગયેલી કારકુની અથવા આકસ્મિક ભૂલો સુધારી શકશે.
સાર્વજનિક ટ્રસ્ટના દરેક ટ્રસ્ટીએ પોતે જેનો ટ્રસ્ટી હોય તે સાર્વજનિક ટ્રસ્ટની તમામ આવકોનો અને તમામ જંગમ અને સ્થાવર મિલકતનો અને તેની ઉપરના તમામ બોજાઓ, ટ્રસ્ટના વતી આપેલા તમામ નાણાં અને કરેલા યોગ્ય હિસાબ રાખવા જોઈએ. હિસાબમાં, અનુસૂચિ 8 અને 9 ના નમૂના પ્રમાણે સરવૈયુ અને આવક જાવકનો હિસાબ તૈયાર કરવાનું અને આ સાથે જોડેલી અનુસૂચિ 9-કના નમૂના પ્રમાણે ફાળા પેટે ઉઘારવાની આવકનું પત્રક તૈયાર કરવાનું સુગમ થાય તે માટે ચેરિટિ કમિશ્નરના અભિપ્રાય મુજબ જરૂરી હોય તેવી વિગતો હોવી જોઈએઃ
પરંતુ સાર્વજનિક ટ્રસ્ટોના ટ્રસ્ટીઓ કલમ 33ની પેટા-કલમ (4)ના ખંડ (ખ) હેઠળ આપવામાં આવેલી કોઈ મુક્તિની રૂએ, આ સાતે જોડેલી અનુસૂચિ 9-ક અને 9-ખના નમૂના મુજબ પત્રકો ફાઈલ કરવાને હકદાર હોય ત્યારે અનુસૂચિ 9-ક અને 9-ખના ઉપર્યુક્ત નમૂના મુજબ પત્રકો તૈયાર કરવાનું સુગમ બને તેવી વિગતોનો હિસાબમાં સમાવેશ કરી શકશે.
 
 Back  |  Print
Sitemap
|  
Search
|  
Show Right