Welcome   Home   About Us   Contact Us    Search    Sitemap 
 
    BalDiksha
    Religion
    Science
    Stories
    Vidhi
    Discources
    Prayer
    FAQ
    Institution
    Arts
    Vision
Home » Trust
E-Mail: 
Gujarati Typing   

મેડીકલ કે એજ્યુકેશન ટ્રસ્ટ માટે ઉપયોગી માહિતી

આવા ટ્રસ્ટીને માટે કોઈ ખાસ અલગ જોગવાઈ નથી પરંતુ આવકવેરાની કાયદાની કલમ 17(23XC)હેઠળ તેઓની ઉપજની 85% રકમ ઉપજના જે તે વર્ષમાં વાપરવાની નિયમ મર્યાદા લાગુ પડતી નથી પણ આ માટે આ ખાસ હેતુસરનું અલગ ટ્રસ્ટ હોવું જોઈ છે. જો ટ્રસ્ટડીડમાં અન્ય હેતુઓ આ સાથે હોય તો લાભ મળતો નથી.
આવુ ટ્રસ્ટ જો આવકવેરાના કાયદા મુજબનું 80જી સર્ટીફીકેટ મેળવે તો આ ટ્રસ્ટને જે દાન આપે તે દાન આપનારને તે દાનની રકમના 50% રકમ મજરે મળે છે.
પરંતુ કોઈપણ સ્પેસીફીક પ્રોજેક્ટ માટે આવકવેરાની કલમ 35એસી હેઠળ મંજુરી મળે તો આપેલ રકમના 100 ટકા મજરે મળે.
સાયન્ટીફીક રીસર્ચ અથવા સોસીયલ સાયન્સ ઉપર રીસર્ચના હેતુસર મેળવેલ દાન ટ્રસ્ટે આવકવેરાની કલમ 35 (I) (II) તથા 35 (I) (III)હેઠળનું સર્ટીફીકેટ આવકવેરા વિભાગમાંથી મેળવવું જોઈએ જેથી દાતાઓને આ ખાસ હેતુસર આપેલ દાનની રકમ આવકવેરાની જોગવાઈને આધીન 125% સુધી મજરે મળે.
જો ટ્રસ્ટ વ્યાપાર કરતું હોય તો વ્યાપારના વ્યવહાર માટે હિસાબો જુદા રાખવા જરૂરી છે. અને વકરો 40લાખથી વધુ થતો હોય તો આવકવેરા કાયદાની કલમ 44 એબી અનુસાર ટેક્ષ ઓડિટ કરાવવું જરૂરી છે.
દરેક ટ્રસ્ટનો નવો કાયમી ખાતા નંબર 49(એ) ફોર્મ ભરી મેળવી લેવો તેજ રીતે 49(બી) ભરી ટેક્ષ એકાઉન્ટ નંબર પણ મેળવી લેવો હિતાવહ છે.
કોઇપણ મિલકતના વેચાણથી પ્રાપ્ત થયેલ ચોક્ખી આવકમાંથી ઓછામાં ઓછી તેટલી જ કિંતમની મિલ્કત નવી ધારણ કરવી જેથી મૂડી નફાનો વધારો આવકમાં ઉમેરાય નહીં. ગમે તે મિલ્કત કે રેસીડેન્સીયલ.
આમ રીલીજીયસ કે ચેરીટેબલ સંસ્થાઓના વહીવટ માટે વહીવટકર્તાઓએ ઘણું રાખવું પડે છે.
ટ્રસ્ટીઓએ ઓડિટ વખતે શું તૈયાર રાખવું જોઈએ તે માટે ઓડિટમાં શું જોવાય છે તેની યાદી નીચે પ્રમાણે આપેલ છે, જે ઉપરથી ઓડિટ વખતે તૈયાર રાખવાની વસ્તુઓ ખ્યાલ આવે. ઉપરાંત ટ્રસ્ટીઓને એકાઉન્ટન્ટ ઉપર ધ્યાન રાખવામાં માર્ગદર્શન રૂપ બનશે.
(અ) શરૂની બાકી ખાતાવહી સાથે તપાસવી.
(બ) બેંકબુક અલગ બનાવી હોય તો બેંકની શરૂની બાકી બેંકબુક સાથે તપાસવી.
(ક) હાથ ઉપર રોકડની શરૂની બાકી રોજમેળ સાથે તપાસવી.
 
 Back  |  Print
Sitemap
|  
Search
|  
Show Right