|
ચેરિટી કમિશ્નર કોઈ ટ્રસ્ટની માલિકીના અને તેને હસ્તક આવેલાં નાણાં ટ્રસ્ટના ખથી અધિકૃત કરેલા કોઈ રોકાણમાં અથવા (તે ખથી અન્યથા જોગવાઈ કરી હોય તે સિવાય) ટ્રસ્ટના નાણાં રોકવા માટે કલમ 35 હેઠળ અધિકૃત કરેલો કોઈ રોકાણમાં રોકવાને કે રોકાયેલાં રાખી શકશે અને (તેવી જોગવાઈ કરી હોય તે સિવાય) ટ્રસ્ટના આરંભની તારીખે વિદ્યમાન કોઈ રોકાણોને ચાલુ રાખી શકશે :
પરંતુ ચેરિટી કમિશ્નર, નુકશાની માટે તેનું સંપૂર્ણ રક્ષણ થયું છે અથવા સલામત છે, એવી પોતાને ખાતરી થાય તે સિવાય, કોઈ રોકાણ એવી રીતે કરી શકશે નહિ અથવા કોઈ રોકાણ એવી રીતે ધરાવી શકે નહિ કે જેથી તેના ધારણ કરનાર તરીકે તેની ઉપર જવાબદારી આવી પડે.
ચેરિટી કમિશ્નર, પોતાને હસ્તક હોય તેવા કોઈ સાર્વજનિક ટ્રસ્ટના હેતુઓ માટે, બેન્કમાં તેના ખાતે જે કોઈ રોકડ અનામત જમા હોય તેમાંથી તેને યોગ્ય લાગે તેવી શરતોથી નાણા ઉછીનાં આપી શકશે.
|