Welcome   Home   About Us   Contact Us    Search    Sitemap 
 
    BalDiksha
    Religion
    Science
    Stories
    Vidhi
    Discources
    Prayer
    FAQ
    Institution
    Arts
    Vision
Home » Trust
E-Mail: 
Gujarati Typing   

ચેરિટિ કમિશ્નરના કર્તવ્યો, કાર્યો અને સત્તા

વહીવટની સામાન્ય દેખરેખ અને કાયદાનું અમલીકરણ કરાવવું   ડેપ્યુટી અથવા આસીસ્ટન્ટ ચેરીટી કમિશ્નર દ્વારા કરેલ જાંચના મુદ્દાઓનો સ્વીકાર કે અસ્વીકાર કરવો. સાર્વજનિક ટ્રસ્ટની મૂડીના રોકાણ માટે ટ્રસ્ટીઓને પબ્લીક સિક્યોરીટીઝ સિવાયની અન્ય બાબતોની પરવાનગી આપવી. ટ્રસ્ટની સ્થાવર મિલકતના પૃથ્થકરણની પરવાનગી આપવી. ટ્રસ્ટને થયેલાં નુકશાન સંબંધી જાંચ કરાવવી. ખટલો દાખલ કરવો. ટ્રસ્ટની જોગવાઈ સિવાય ટ્રસ્ટની મૂડીને અન્ય રીતે વાપરવા બદલ ટ્રસ્ટીને નોટીસ આપવી અને તે સંબંધી કોર્ટને જાણ કરવી.

ટ્રસ્ટીઓ દેવ-ગુરૂ-ધર્મ માં પ્રશસ્ત રાગવાળા હોય તો ટ્રસ્ટના વહીવટના અને સંચાલનના ઘણાં પ્રશ્નો હલ થઈ જાય. ટ્રસ્ટી બનતા પહેલા એ ખ્યાલમાં રાખવું જોઈએ કે જો શુભ ભાવથી ટ્રસ્ટના સાચા કામ થાય તો તીર્થંકરનામ કર્મ બંધાય અને જો ટ્રસ્ટના કામ ખરાબ આશયથી થાય તો તિર્યંયપણું પણ મળે.

નવા આવકવેરાના કાયદાના સુધારા પ્રમાણે હવેથી એક ટ્રસ્ટ બીજા ટ્રસ્ટોને માત્ર ચાલુ આવકમાંથી જ દાન આપી શકશે તે સિવાયની એટલે કે ભેગી થયેલી રકમમાંથી બીજા ટ્રસ્ટને દાન આપશે તો તે ખર્ચ તરીકે મજરે મળશે નહિ.

જે ટ્રસ્ટની હવે કુલ ગ્રોસ આવક 50,000થી વધારે હોય તો હવે 15 એચ. ફોર્મ આપી શકશે નહિ. જો વ્યાજ કપાત ન કરાવવી હોય તો ઇન્કમટેક્ષ ઓફિસર પાસે 28એએ/28એબી ફોર્મમાં સર્ટીફીકેટ લેવાનું રહેશે. ટ્રસ્ટીઓએ વ્યાજ કપાતની બાબતમાં ખૂબ દરકાર લેવાની જરૂર છે. ટ્રસ્ટીઓએ 28એએ/28એબી સર્ટીફીકેટ લીધુ ન હોય તો ઇ-ટેક્ષ કપાતના સર્ટીફીકેટ જે 16/એ ફોર્મમાં આવે છે, તે વ્યવસ્થિત રીતે ફાઇલમાં ગોઠવી ઇ-ટેક્ષ રીટર્ન ભરતી વખતે રીફંડની માંગણી માટે જોડવા જોઈએ.

 

 

 Back  |  Print
Sitemap
|  
Search
|  
Show Right