Welcome   Home   About Us   Contact Us    Search    Sitemap 
 
    BalDiksha
    Religion
    Science
    Stories
    Vidhi
    Discources
    Prayer
    FAQ
    Institution
    Arts
    Vision
Home » Trust
E-Mail: 
Gujarati Typing   

હિત ધરાવનાર વ્યક્તિ (ઇન્ટરેસ્ટેડ પર્સન) ના અર્થમા

(1)    મુખ્ય કેસમાં મુખ્યદાતાતેમજ સંસ્થાના સ્થાપક (ફાઉન્ડર).
(2)    જે વ્યક્તિએ ટ્રસ્ટ કે સંસ્થાને મહત્ત્વનો ફાળો (સબસ્ટેન્સીયલ કન્ટ્રીબ્યુશન) આપ્યું હોય એટલે કે જેનો પાછલા વર્ષના અંત સુધીમાં કુલ ફાળો રૂ. 50000થી વધુ હોય.
(3)    જ્યારે ઉપર (1) તથા (2) માં જણાવેલ મુખ્યદાતા, સ્થાપક કે મહત્ત્વનો ફાળો આપનાર, હિન્દુ અવિભક્ત કુટુંબ હોય તેવા કિસ્સામાં તે હિન્દુ અવિભક્ત કુટુંબનો કોઈપણ સભ્ય અથવા તેવા સભ્યનો કોઈપણ સગો.
(4)    ટ્રસ્ટનો કોઈપણ ટ્રસ્ટી કે કોઈપણ નામે ઓળખાતો સંસ્થાનો મેનેજર.
(5)    ઉપર જણાવેલ મુખ્ય દાતા, સ્થાપક, ફાળો આપનાર વ્યક્તિ, સભ્ય, ટ્રસ્ટી કે મેનેજરનો કોઈપણ સગો.
(6)    એવું કોઈપણ એકમ જેમાં ઉપર (1) થી (5) માં જણાવેલ વ્યક્તિ નોંધપાત્ર હિતધરાવતા હોય.
સગાની વ્યાખ્યા
વ્યક્તિનો સગોએટલે-
(1)    વ્યક્તિનું સ્પાઉસઅર્થાત્ લગ્ન સાથી પતિના કેસમાં પત્ની.
(2)    વ્યક્તિના ભાઈ કે બહેન.
(3)    સ્પાઉસના ભાઈ કે બહેન.
(4)    વ્યક્તિના લાઈનીયલ એસેન્ડન્ટ કે ડીસેન્ડન્ટ (પિતા, દાદા, પુત્ર, પૌત્ર વગેરે)
(5)    સ્પાઉસનો લાઈનીયલ એસેન્ડન્ટ કે ડીસેન્ડન્ટ
(6)    ઉપર (2) થી (5) માં જણાવેલ વ્યક્તિના સ્પાઉસ
(7)    વ્યક્તિ અથવા તેના સ્પાઉસના ભાઈ કે બહેનના લાઈનીયલ એસેન્ડન્ટ કે ડીસેન્ડન્ટ
(1) જ્યારે એકમ કંપની હોય તેવા કિસ્સામાં તેવી કંપનીમાં 20 ટકાથી કે તેથી વધુ મતશક્તિ (વોટીંગ પાવર) ધરાવતા શેર તેવી વ્યક્તિ કે હિત ધરાવનાર કોઈપણ વ્યક્તિઓ સાથે મળીને પાછલાં વર્ષ દરમિયાન ધારણ કરતાં હોય ત્યારે તે કંપનીમાં નોંધપાત્ર હિતહોવાનું ગણાશે.
(2) અન્ય એકમ માટે જો તેવાં એકમના નફામાં 20 ટકા કે તેથી વધુ ભાગ તેવી વ્યક્તિ કે હિત ધરાવનાર વ્યક્તિઓ સાથે મળીને પાછલાં વરસ દરમિયાન ધરાવતાં હોય ત્યારે તે એકમમાં તેનું નોંધપાત્ર હિતહોવાનું ગણાશે.
 
 Back  |  Print
Sitemap
|  
Search
|  
Show Right