Welcome   Home   About Us   Contact Us    Search    Sitemap   Books Online 
 
    BalDiksha
    Religion
    Science
    Stories
    Vidhi
    Discources
    Prayer
    FAQ
    Institution
    Arts
    Vision
Home » Prayer » Thoy
E-Mail: prayer@jaine.org
Gujarati Typing   

દીવાળી પર્વની સ્તુતિ

Book Name:  રત્નત્રયી ઉપાસના


શાસનનાયક શ્રી મહાવીર
, સાત હાથ હેમ વરણ શરીર હરિલંછન જસ ધીર,

જેહના ગૌતમ વજીર, મદન સુભટગંજન વડવીર, સાયર પેરે ગંભીર;

કાર્તિક અમાવસ્યા નિર્વાણ, દ્રવ્ય ઉદ્યોત કરે નૃપ જાણ, દીપક શ્રેણી મંડાણ,

દીવાળી પ્રગટી અભિધાન, પ્રભાત સમે શ્રી ગૌતમજ્ઞાન, વર્ધમાન ધરો ધ્યાન.                 (1)

 

ચોવીશે જિનવર સુખકાર, પરવ દિવાળી અતિ મનોહર, સકલ પર્વ શણગાર;

મેરાઇયા કરે અધિકાર, મહાવીર સર્વજ્ઞાય પદ સાર, જપીએ દોય હજાર;

મજિઝમ રયણી દેવ વાંદીજે મહાવીર પારંગતાય નમીજે, સહસ તે દોય ગુણીજે;

વળી ગૌતમ સર્વજ્ઞાય નમીજે, પર્વ તીપોચ્છવ ઇણિ પરે કીજે, માનવભવ ફલ લીજે. (2)

 

અંગ અગ્યાર ને ઉપાંગ બાર, દશ પયન્ના છેદ મૂલ ચાર, નંદી અનુયોગદ્ધાર,

છ લાખ ને છત્રીસ હજાર, ચૌદપૂર્વ વિરચે ગણધાર, ત્રિપદીનો વિસ્તાર;

વીર પંચ કલ્યાણક જેહ, કલ્પસૂત્રમેં ભાખ્યો તેહ, દીપોચ્છવ ગુણગેહ,

ઉપવાસ છટ્ઠ અટ્ઠમ કરે જેહ, સહસ લાખ કોડિફલ લેહ તેહ; શ્રી જિનવાણી એહ.             (3)

 

વીર નિર્વાણ સમે સુર જાણી, આવે ઇંદ્ર અને ઇંદ્રાણી, ભાવ અધિક મન આણી;

હાથ ગ્રહી દીવી નિસિ જાણી, મેરાઈઆ બોલે મુખ વાણી, દીવાળી કહેવાણી;

ઇણિપરે દીપોચ્છવ કરો પ્રાણી, સકલ સુમંગલકારણ જાણી, લાભવિમલ ગુણખાણી;

વદતિ રત્નવિમલ બ્રહ્માણી, કમલ કમંડલ વીણા પાણી, દ્યો સરસ્તવી વર આણી.        (4)

 

 

 

 Back  |  Print
Sitemap
|  
Search
|  
Show Right