Welcome   Home   About Us   Contact Us    Search    Sitemap 
 
    BalDiksha
    Religion
    Science
    Stories
    Vidhi
    Discources
    Prayer
    FAQ
    Institution
    Arts
    Vision
Home » Finance
E-Mail: 
Gujarati Typing   

કલમ 11(5) હેઠળ નિર્દિષ્ટ કરવામાં આવેલ માન્ય રોકાણો

1.      ગવર્નમેન્ટ સેવિંગ્સ સર્ટિફિકેટસ એક્ટ, 1959ની કલમ 2માં જણાવેલ સેવિંગ્સ સર્ટિફિકેટસ તેમજ કેન્દ્ર સરકાર દ્વારા પોતાની નાની બચત યોજના હેઠળ બહાર પાડવામાં આવતી અન્ય સીક્યુરીટીઝ તથા બચતપત્રોમાં રોકાણ.
2.      પોસ્ટ ઓફિસ સેવિંગ્સ બેન્કના ડિપોઝીટખાતામાં રોકાણ.
3.      શીડયુલ્ડ બેંક તેમજ બેંકીગનો વ્યવસાય કરતી કોઈપણ સહકારી મંડળ (સહકારી બેન્ક મોર્ટગેજ બેંક સહિતની)ના કોઈપણ ડીપોઝીટ ખાતામાં રોકાણ.
4.      ભારતીય યુનિટ ટ્રસ્ટના યુનિટોમાં રોકાણ.
5.      નાણા માટે કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા ઊભી કરવામાં કે બહાર પાડવામાં આવેલી સીક્યુરીટીઝમાં રોકાણ.
6.      (5-એ) 8% ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના રીલીફ બોન્ડ.
7.      કેન્દ્ર કે રાજ્યસરકાર દ્વારા જેના મુદલ તેમજ વ્યાજ બાબતની બાહેંધરી આપવામાં આવી હોય તેવાં કોઈ કંપની તેમજ કોર્પોરેશનના ડિબેન્ચરમાં રોકાણ.
8.      જાહેર ક્ષેત્રની કોઈ કંપનીમાં ડિપોઝીટ.
9.      ઔદ્યોગિક વિકાસ માટે લાંબાગાળાની નાણાકીય સહાય પૂરી પાડતા નાણાકીય નિગમના કોઈ બોન્ડમાં રોકાણ (કેન્દ્ર સરકાર દ્વારા કલમ 36(1)(8)હેતુસર માન્ય હોય તેવાં)
10.ભારતમાં રજીસ્ટર્ડ થયેલ અને ભારતમાં બાંધકામ કે રહેઠાણ માટેના મકાન અંગે, લાંબાગાળાની નાણાંકીય સહાય પૂરી પાડતી પબ્લિક કંપનીના બોન્ડમાં રોકાણ (કેન્દ્ર સરકાર દ્વારા કલમ 36(1)(8)માં હેતુસર માન્ય હોય તેવાં)
11.સ્થાવર મિલકતમાં રોકાણ પરંતુ તેમાં મકાનમાં જડવામાં આવેલી મશીનરી તેમજ પ્લાન્ટનો સમાવેશ થશે નહીં. સિવાય કે તેવાં મશીનરી તથા પ્લાન્ટ, મકાનના ઉપર્યુક્ત ધારણા અર્થે જરૂરી હોય.
12.ઇન્ડસ્ટ્રીયલ ડેવલપ્મેન્ટ બેંક એક્ટ, 1964 હેઠળ સ્થપાયેલ ઔદ્યોગિક વિકાસ બેંકમાં ડિપોઝીટ.
13.ભારતમાં રજીસ્ટર્ડ થયેલી જાહેર ક્ષેત્રની કંપની જેનો મુખ્ય ઉદ્દેશ અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે લાંબાગાળાના નાણાં પૂરા પાડવાનો હોય તેવી કંપનીમાં મૂકેલી ડીપોઝિટ કે તેના ઇસ્યુ થયેલ બોન્ડમાં રોકાણ.
14.અન્ય કોઈપણ સ્વરૂપનું માન્ય રોકાણ કે ડિપોઝિટ જે નિર્દિષ્ટ કરવામાં આવે, તેમાં રોકાણ.
 
 Back  |  Print
Sitemap
|  
Search
|  
Show Right