|
ચેરિટી કમિશ્નરના હિસાબો અને તેની પાસે અથવા તેના ખાતે હોય તે જામીનગીરીનો 6 મહિનામાં એકવાર અને સરકાર એમ ફરમાવે તો બીજા કોઈપણ સમયે સ્થાનિક ફંડમાં હિસાબ તપાસનીશે અથવા ગુજરાતના એકાઉન્ટન્ટ જનરલે નીમેલા કેટલાક અધિકારી અથવા અધિકારીઓએ ઓડિટ કરવા જોઈશે અને તેણે અથવા તેઓએ તે અંગેનું પ્રમાણપત્ર આપવું.
ચેરિટી કમિશ્નરના હિસાબનું ઓડિટ અને તપાસનો અને તેને આનુષંગિક ખર્ચ નિયમ 44 હેઠળ નાખેલા ચાર્જોમાંથી કરવો જોઈશે.
અધિનિયમ હેઠળ નિમાયેલા ચેરિટિ કમિશ્નર, નાયબ અને મદદનીશ ચેરિટી કમિશ્નરો, ઇન્સ્પેક્ટરો અને અન્ય તાબાના અધિકારીઓ અને નોકરોમાં પગાર, પેન્શન, રજા અને બીજા ભથ્થાંને કારણે 6-ખ હેઠળ રાજ્ય સરકારે નક્કી કરેલી રકમની ચુકવણી માટે જરૂરી રકમથી વધુ હોય તેવા વધારાના નાણાંનું અને સાવર્જનિક ટ્રસ્ટોનાં નિયમોને આનુષંગિક ખર્ચ માટે અને અધિનિયમના અન્ય હેતુઓ માટે ચૂકવવી જરૂરી હોય તેવી વધારાની રકમનું, રાજ્ય સરકારની મંજૂરીથી નિયમ 64માં જોગવાઈ કર્યા પ્રમાણે રોકાણ કરી ભરવામાં રહેશે.
પરંતુ આ નિયમમાં ઉલ્લેખેલી ચૂકવણી માટે જરૂર પડવા સંભવ હોય તેવા નાણાં, પણ આવી ચૂકવણી તરત કરવામાં આવે ત્યારે, ચેરિટી કમિશ્નર, પોતાના વિવેકાનુસાર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને અન્ય અનુસૂચિત બેન્કોમાં માંગણી કરેલી અથવા બાંધી મુદતની અનામતમાં રોકી શકશે.
(1) સરકારી જામીનગીરઓમાં.
(2) રાષ્ટ્રીયકૃત બેંકો અને અન્ય અનુસૂચિત બેન્કોમાં બાંધી મુદતની અનામતમાં. રાજ્ય સરકારે મંજૂર કરેલી સ્થાવર મિલકતોની ખરીદીમાં અને નીચના નિયમોમાં નિર્દિષ્ટ શરતોને આધીન રહીને એવી રીતે ખરીદેલી અથવા અન્યથા સંપાદન જમીનો ઉપર મકાનોના બાંધકામમાં રોકાણ કરી શકશે. |