|
આવકવેરા કાયદાની કલમ 139 (4-એ)ની જોગવાઈ અનુસાર જો પાછલાં વર્ષ દરમિયાન જાહેર ધર્માદા ટ્રસ્ટ કે સંસ્થાની કુલ આવક (કલમ 11 અને 12 હેઠળની કરમુક્તિની જોગવાઈઓ ધ્યાનમાં લીધા સિવાયની અને સ્વૈચ્છિક દાનની રકમ સહિતની) મહત્તમ કરમુક્ત મર્યાદાથી વધતી હોય તો તેમણે તેમનું આવકવેરાનું પત્રક નિયત સમયમર્યાદામાં ફરજિયાત ભરવું પડશે. મહત્તમ કરમુક્ત મર્યાદા રૂ. 50,000/- છે. જાહેર ધર્માદા ટ્રસ્ટ કે સંસ્થાએ આવકવેરાનું પત્રક નિયત નમૂના ફોર્મ 3-એમાં ભરવું જરૂરી છે.
જો ધર્માદા ટ્રસ્ટ કે સંસ્થા નિયત સમય મર્યાદામાં ભરવામાં કસૂર કરે તો વિલંબના પ્રત્યેક દિવસ દીઠ રૂ. 100/- દંડ ભરવાની જવાબદારી ઉભી થાય છે. કલમ 272-એ (2-ઇ). |