Welcome   Home   About Us   Contact Us    Search    Sitemap 
 
    BalDiksha
    Religion
    Science
    Stories
    Vidhi
    Discources
    Prayer
    FAQ
    Institution
    Arts
    Vision
Home » Finance
E-Mail: 
Gujarati Typing   

આવકવેરા કાયદા હેઠળ ધાર્મિક ટ્રસ્ટ અને ધર્માદા ટ્રસ્ટ વચ્ચેનો તફાવત

સામાન્યત: જનતાના મંતવ્ય પ્રમાણે ધાર્મિકઅને ધર્માદાબન્નેનો એક જ અર્થ છે. પરંતુ આવકવેરા કાયદા હેઠળ બન્ને શબ્દોનો અલગ અર્થ અને અલગ અસર થાય છે. ધર્માદા ટ્રસ્ટ કે સંસ્થા એટલે કે ધર્માદા હેતુસર સ્થાપેલ કે ઉભું થયેલ ટ્રસ્ટ/સંસ્થા અને ધાર્મિક હેતસુર સ્થપાયેલ ટ્રસ્ટ કે સંસ્થા એટલે ધાર્મિક ટ્રસ્ટ કે સંસ્થા.
ધાર્મિક હેતુઓની વ્યાખ્યા આવકવેરા કાયદાની કલમ 2(15)માં આપવામાં આવી છે. જે મુજબ ધર્માદામાં ગરીબોને રાહત, શૈક્ષણિક, દાકતરી રાહત તેમજ જાહેર જનતાના કલ્યાણ કે સુખાકારીના હેતુનો વિકાસના હેતુનો સમાવેશ થાય છે. Charitable purpose includes relief to the poor, education, medical relief and advancement of any other object of general public utility. ધર્માદા હેતુની વ્યાખ્યામાં કેવા હેતુઓનો સમાવેશ થાય છે. તે જણાવવામાં આવ્યુ છે અને ગરીબોને મદદ તથા શિક્ષણ અને દાક્તરી રાહત ઉપરાંત શેષ હેતુ તરીકે જાહેરજનતાના કલ્યાણ અને સુખાકારીના વિકાસ માટેના અન્ય હેતુઓનો સમાવેશ થાય છે.
જ્યારે ધાર્મિક હેતુઓની કોઈ વ્યાખ્યા આપવામાં નથી આવી તેથી કોઈ ધર્મ માટેના હેતુઓને ધાર્મિક હેતુઓ માની શકાય. ઉદાહરણ તરીકે કોઈ એક ધર્મને સંબંધી વિવિધ ધાર્મિક ક્રિયા તેમજ સેવા વગેરેના હેતુઓ (જેમ કે દહેરાસર બંધાવવા-ઉપાશ્રય બંધાવવા-જૈન સાધુ સાધ્વીજી માટેના વૈયાવચ્ચ અંગેના ટ્રસ્ટ/સંસ્થાને ધાર્મિક હેતુસરના ટ્રસ્ટ/સંસ્થા ગણી શકાય.)
ઉપર જોયા પ્રમાણે ધર્માદા ટ્રસ્ટ કે સંસ્થા (Charitable Trust-Institution)એટલે ધર્માદા હેતુઓ માટે ઉભુ કરેલ કે સ્થપાયેલ ટ્રસ્ટ કે સંસ્થા અને ધાર્મિક ટ્રસ્ટ/સંસ્થા( Religious Trust/Institution)એટલે ધાર્મિક હેતુઓ માટે ઉભુ કરેલ કે સ્થપાયેલ ટ્રસ્ટ કે સંસ્થા હવે સ્વાભાવિક પ્રશ્ન એમ થાય કે બન્ને પ્રકારના ટ્રસ્ટ કે સંસ્થા વિશેનો તફાવત જાણવાની શી જરૂર ? જરૂર એટલા માટે છે કે ધર્માદા ટ્રસ્ટ કે સંસ્થા તેમજ ધાર્મિક ટ્રસ્ટ કે સંસ્થાને લગતી આવકવેરા કાયદામાં વિવધ જોગવાઈઓ જેમ કે તેમની આવકની કરમુક્તિ માટે કઇ શરતોનું પાલન કરવું જરૂરી છે, આવી આવક કેટલા પ્રમાણમાં વાપરી નાંખવી પડે અને ટ્રસ્ટ/સંસ્થાના ફંડોને ક્યા પ્રકારના રોકાણોમાં રોકવા પડે, આવકવેરા કાયદા હેઠળ સંસ્થા/ટ્રસ્ટના રજીસ્ટ્રેશન અંગે શી કાર્યવાહી કરવાની રહે છે તેમજ હિસાબોના ઓડિટ અને રીટર્ન ભરવાની જોગવાઈઓ મહદ્ અંશે એક સરખી હોવા છતાં આવકવેરા કાયદાની અમુક જોગવાઈઓ ને દાનોને મળતી કર રાહતની બાબતમાં બન્ને પ્રકારના ટ્રસ્ટો/સંસ્થાઓ અલગ અથવા ભિન્ન જોગવાઈઓને આધીન છે.
સૌથી મહત્વનો તફાવત ગણીએ તો ધર્માદા હેતુસરના ધર્માદા ટ્રસ્ટ (Charitable Trust-or Institution)ને આપેલ દાનની રકમ સંબંધી નિયત શરતો અનુસાર દાતાઓને આવકવેરા કાયદાની કલમ 80 જી હેઠળ કપાત કે રાહત મળે છે. જ્યારે આવું દાન ધાર્મિક ટ્રસ્ટ/સંસ્થાને અપાયેલ હોય તો દાતાઓને કોઈ રાહત કે કપાત તેમની આવક ગણતાં બાદ મળતી નથી કારણ કે ધાર્મિક ટ્રસ્ટ કે સંસ્થાને કલમ 80-જીની માન્યતા મળી નથી. કલમ 80જી ની માન્યતા સામાન્ય તો ધર્માદા ટ્રસ્ટને જ મળે છે.
ઉપરોક્ત મહત્વના તફાવતને બાદ કરતાં ટ્રસ્ટ કે સંસ્થા ધર્માદા ટ્રસ્ટ કે સંસ્થા હોય કે ધાર્મિક ટ્રસ્ટ કે સંસ્થાન તેમની આવકની કરમુક્તિ સંબંધી વિવિધ જોગવાઈઓ મહદઅંશે એક સમાન લાગુ પડે છે. જેની જાણકારી ધર્માદા અથવા દરેક ધાર્મિક ટ્રસ્ટ/સંસ્થાને હોવી અત્યંત આવશ્યક છે. જો આ જોગવાઈઓનું પાલન ન થાય અને ટ્રસ્ટ/સંસ્થાને મળેલ દાન કે આવકની કરમુક્તિ ન મળે તો ટ્રસ્ટ/સંસ્થાને ભારે રકમ આવકવેરા તરીકે ચૂકવવાની જવાબદારી ઊભી થાય અને જો આમ થાય તો દાતાઓએ જે ધર્માદા/ધાર્મિક હેતુસર દાન આપેલ હોય તે હેતુ પૂરેપૂરો બર ન આવે અને બહુમુલ્ય દાન/આવકનો હિસ્સો સરકારને ટેક્ષના સ્વરૂપે જતો રહે તદ્ઉપરાંત ધર્માદા ટ્રસ્ટ કે સંસ્થાએ અમુક પ્રકારના કોન્ટ્રાક્ટથી કોઈ કોન્ટ્રાક્ટર વિગેરેને કોઈ મકાન, મંદિર કે ધર્મશાળા વગેરે બનાવવા કે ટ્રાન્સપોર્ટનો કોન્ટ્રાક્ટ આપેલ હોય તો ટ્રસ્ટ/સંસ્થાએ તેવા કોન્ટ્રાકટરને જે રકમ ચૂકવવાની થતી હોય તેમાંથી અમુક ટકા લખે આવકવેરો કાપીને સરકારી તિજોરીમાં જમા કરાવવાની જવાબદારી પણ આવકવેરાના કાયદામાં લાદવામાં આવી છે. આમ કરવામાં ટ્રસ્ટ/સંસ્થનો કસૂર થાય તો તેવા સંજોગમાં પણ ટ્રસ્ટ/સંસ્થાઓને આવકવેરા કાયદા હેઠળ ટેક્ષ-વ્યાજ-દંડ વગેરે ચૂકવવાની જવાબદારી ઉપસ્થિત થાય આથી ધાર્મિક ટ્રસ્ટ કે સંસ્થા અને ધર્માદા ટ્રસ્ટ કે સંસ્થાઓએ આવકવેરાના કાયદા હેઠળ તેમને સ્પર્શતી જુદી જુદી કમલોની જોગવાઈઓની જાણકારી રાખવી અત્યંત જરૂરી છે હવે પછી સમજાવવામાં આવેલ છે.
        આવકવેરાની કાયદાની કલમ 11,12 અને 13 હેઠળ કરવામાં આવેલ જોગવાઈઓને આધીન ધર્માદા ટ્રસ્ટ કે સંસ્થા અથવા ધાર્મિક ટ્રસ્ટ કે સંસ્થાને તેમની આવક અંગે આવકવેરામાંથી કરમુક્તિની જોગવાઈઓ કરવામાં આવેલી છે આવાં ટ્રસ્ટ કે સંસ્થાને મળતી આવકને ટ્રસ્ટ/સંસ્થાના હેતુસર ધારણ કરેલ મિલકતોમાંથી ઉદ્ભવતી આવગ ગણીને તેની આવક જે તે હિસાબ વરસમાં ટ્રસ્ટ/સંસ્થાના હેતુસર વાપરી નાખવી જરૂરી બનાવવામાં આવેલ છે. (અમુક અપવાદ સિવાય જે હવે પછી જોઈશું) ધારણ કરેલ મિલકતમાંથી ઉદ્ભવતી આવકમાં ટ્રસ્ટ/સંસ્થાને મળતાં સ્વૈચ્છિક દાન નો પણ સમાવશે થાય છે. બીજા શબ્દોમાં ટ્રસ્ટ/સંસ્થાને તેની મિલકતોમાંથી થયેલ આવક જેમ કે ભાડુ, વ્યાજ, ડિવિડન્ડની સાથેસાથ ટ્રસ્ટ/સંસ્થાને દાતાઓ પાસેથી મળતાં દાનની રકમ ટ્રસ્ટ/સંસ્થાની આવક ગણાય અને આવી કુલ આવકના નિર્ધારિત ટકા જેટલી રકમ જે તે વર્ષમાં જ વાપરવાની હોય છે અને તેટલાં ટકા જેટલી રકમ ટ્રસ્ટ/સંસ્થાના હેતુઓ માટે વપરાય એટલે ટ્રસ્ટ/સંસ્થાને તેની કુલ આવક ઉપર કોઈ આવકવેરો ભરવો પડે નહીં એટલે કે ટ્રસ્ટ/સંસ્થાની આવક(બાકી રહેતી આવક) કરમુક્ત ગણાય.
        આ જોગવાઈઓ કલમ 11 હેઠળ કરવામાં આવી છે. વધુમાં કરમુક્તિ માટે ટ્રસ્ટ/સંસ્થાએ આવકવેરા કમીશ્નર સમક્ષ અરજી કરને રજીસ્ટ્રેશન મેળવવું પડે છે. જેની જોગવાઈ કલમ 12, 12એ, 12એએ હેઠળ થઈ છે.
        કલમ 13 હેઠળ અમુક સંજોગમાં પ્રતિબંધો અને ઉલ્લંઘનોની જોગવાઈ થઈ છે. તેમાં દર્શાવેલ સંજોગો અનુસાર કરમુક્તિ મળી શકતી નથી. વા પ્રતિબંધોનું ઉલ્લંઘન ન થાય તેનું દરેક ટ્રસ્ટ/સંસ્થે ધ્યાન રાખવું જોઈએ.
 Back  |  Print
Sitemap
|  
Search
|  
Show Right